આપણો પરીવાર,
મીત્રતા ના બીજ માંથી પાંગરી ને આજે ઘેઘુર વડલો બનેલો, સંબંધો ના સર્વ સીમાડા ને આવરી લેતો આપણો પોતીકો પરીવાર, ઘર થી દૂર આપણો પોતાનો પરીવાર, લાગણીઓ ના રંગે રંગાયેલો, સ્નેહ ના તાંતણે બંધાયેલો આપણો એક પરીવાર, આ પરીવાર ના સભ્ય હોવા નુ જેટલુ ગૌરવ આપને છે એટલુ જ મને છે, અને આ માટે હુ આપ સર્વે નો હંમેશા ઋણી રહીશ..
નિ:સ્વાર્થ ઉમળકા અને નિર્મળ ચાહત,
આ વાણી મધુરી ને સુંદર સ્વાગત,
મિત્રો નો આ વર્તાવ છે મારી સાથે,
ધનવાન જો હું હોત તો ખુશામત માનત.
કપિલ.
Great Great !! Bravo Bravo
Our UkParivar is on Net !
કોઇ દિવસ વિચાર્યુ પણ ન્હોતુ કે આ રિતે આપણી પણ વેબસાઇટ બનશે અને આપણી ઇનફોરમેશન પણ વેબ સાઇટ પર આવશે !
આ બધુ એક એવા મન નો કમાલ છે જેને જમ્યા પછે તરત કોફી જોઇએ છે અને હા પાછી સાથે બીડી પણ અને ત્યારે ઇ પાછુ આડધી દુનિયા ફરી ઘરે આટો મારી ને મિત્રો ને યાદ કરી ને એમની જોડે જલસા કરવાનુ વિચારે પણ શુ કરે બિચારુ જેમા પુરાણુ છે ઇ શરીર એંને છોડતુ નથી, તો કાઇ એમ હાર માને એવુ આ મન નથી પણ પછી ઇજ તમન્નાઓ ને આ રીતે વેબસાઇટ ઉપર ચિત્રો, કવિતા ઓ અને શબ્દો રુપે રજુ કરે છે. વાહ રે કપિલ વાહ !! ભવીન